શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા સભ્યોને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી એક યોજના જાહેર કરેલ છે. આ યોજના એટલે ખૂબ જ કન્સેશનલ દરથી ઘર બેઠે ફ્રી માં ડિલીવરી કરવામાં આવતી દવા યોજના. આ યોજના અનુસાર વ્યક્તિએ માત્ર મોબાઈલથી ઓનલાઈન ઓર્ડર આપવાનો રહે છે. ત્યારબાદ ત્રણ દિવસની અંદર તેમના ઘેર ફ્રી ડિલીવરીથી પહોંચતી કરવામાં આવે છે. MRP ભાવ પર ૨૨% કન્સેશન આપવામાં આવે છે અને દવા આપવા આવનાર વ્યક્તિને બીલ પેમેન્ટ રોકડેથી ચૂકવી આપવાનું રહે છે.
Library- Keep Kutch Alive All Time Everywhere
સાહિત્ય અને ઇતિહાસ સદાય જીવંત રહે તે માટે મૂલ્યવાન પુસ્તકોનો ખજાનો શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. પુસ્તકોની યાદીમાંથી કોઈપણ પુસ્તક વાંચન માટે કાર્યાલયનો સંપર્ક કરી અને મેળવી શકશો.
KUTCHSHRUTI (કચ્છશ્રુતિ)
સેવાકીય પ્રવૃતિઓ
ઉતારા વ્યવસ્થા
શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા કચ્છમાંથી સારવાર અર્થે અમદાવાદ આવતા કચ્છી પરિવારો માટે પશ્ચિમ અમદાવાદમાં રહેવા માટે સારી સુવિધા મળી રહે તે માટે શુભેચ્છક હોટલ માલિકો દ્વારા ખૂબ જ વ્યાજબી ભાવે દર્દીના સગા વાલા ને રહેવા માટે હોટલના રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે આ વ્યવસ્થા નો લાભ લેવા ઇચ્છતા પરિવારોએ ઓફિસનો સંપર્ક કરવો.
કારકિર્દી માર્ગદર્શન
શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા દર વર્ષે એડમિશન માટે કચ્છથી અમદાવાદ આવતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થવા માટે શિક્ષણ સમિતિ સક્રિય રીતે કાર્ય કરી રહેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરી યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પણ તજજ્ઞો દ્વારા વિના મુલ્યે પૂરું પાડવામાં આવે છે.
સરસ્વતી સન્માન
શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું દાતાશ્રીઓના સાથ સહકારથી સન્માન કરવા માં આવે છે.આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિષય નિષ્ણાતોને બોલાવીને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
કચ્છી ગૌરવ
શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા દર વર્ષે કચ્છ સાથે સંકળાયેલા કે કચ્છ ના વતની હોય તેવા કોઇ પણ સભ્ય શૈક્ષણિક, સામાજિક, વ્યવસાયિક, સાંસ્કૃતિક કે રચનાત્મક ક્ષેત્રે અસાધારણ સફળતા મેળવી હોય તેમની જાણ કચ્છી સમાજને થતાં મુખપત્ર કચ્છશ્રુતિ તથા અન્ય રીતે પણ કચ્છી ગૌરવ તરીકે નોંધ લેવામાં આવે છે. આપણી જાણમાં પણ આવા કોઈ વ્યક્તિત્વ આવે તો ચોક્કસ કાર્યાલય પર જાણ કરવા અથવા તેમનો શ્રી કચ્છી સમાજ ના કાર્યાલય પર સંપર્ક કરાવવા વિનંતી.
નોટબુક વિતરણ
શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નવનીત પ્રકાશન પરિવારના સહયોગથી તેમની જ કંપનીની નોટબુકો તથા ચોપડા વ્યાજબી દરે વિદ્યાર્થીઓને તેમજ વિવિધ ઘટક સમાજોને તથા તેમના પરિવારો માટે ઉપલબ્ધ કરાવવા માં આવે છે.