Shree Kutchi Samaj - At A Glance
૧૯૪૭ ની આઝાદી અગાઉ કચ્છીઓના જૂજ પરિવારોનો વસવાટ અમદાવાદ ખાતે રહેવા પામેલ હતો. જૈનો, પટેલો, લોહાણા વગેરે જ્ઞાતિના જૂજ પરિવારો જ
અમદાવાદ ખાતે રહેતા હતા. આઝાદીના સમયે કેટલાક કચ્છી પરિવારો પાકિસ્તાનથી આવીને પણ અમદાવાદ ખાતે વસવાટ કરવા લાગ્યા. પરંતુ આ બધા પરિવારોની
સંખ્યા ખૂબજ અલ્પ પ્રમાણમાં હતી. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થતાં કેટલાક કચ્છી પરિવારો પોતાની
સરકારી નોકરીના હિસાબે મુંબઈથી અમદાવાદ રહેવા આવ્યા. કચ્છ હવે ગુજરાત રાજ્ય સાથે જોડાયેલ હોવાથી ધીરે ધીરે અનેક પરિવારો પોતાના ધંધાકીય કારણોસર
પોતાનો વસવાટ અમદાવાદ ખાતે સ્વીકારતા થયા. અમદાવાદ ખાતે કચ્છીઓના સંગઠનની અવિધિસર શરૂઆત સન ૧૯૫૬ થી થઈ.
એ સમયે મુંબઈમાં થયેલ ભાષાકીય તોફાનોના લીધે અનેક કચ્છીઓને પહેરેલ કપડે મુંબઈ છોડવાનો વખત આવ્યો.કચ્છ તરફ જતાં નિર્વાચિત જેવી હાલતમાં આ કચ્છી
પરિવારો અમદાવાદના રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે અમદાવાદમાં વસવાટ કરતા કેટલાક અગ્રીમ કચ્છીઓ શ્રી લાભશંકર દેવશંકર ઓઝાની રાહબારી હેઠળ તેઓને
વિવિધરૂપે સહાયરૂપ થવા પ્રયત્ન કરતા હતા. આ કચ્છી અગ્રીમોમાં શ્રી મણિલાલ પ્રેમચંદ વસા, શ્રી ભવાનજી હાથીભાઈ શેઠ, શ્રી મોતીભાઈ ભગવાનજી શાહ,
શ્રી દેવશી રામજીભાઈ પટેલ, શ્રી હરભમભાઈ વાલજી કોન્ટ્રાક્ટર, શ્રી કાનજીભાઈ ટેલર વગેરે મુખ્યત્વે હતા. એ સમયે આ પ્રકારની મદદ અનેક દિવસો સુધી ચાલુ
રાખવામાં આવી. આ સમયે સ્થાનિક અનેક કચ્છી પરિવારો એકબીજાથી નજીક આવવા લાગ્યા.ત્યારબાદ અમદાવાદ સ્થિત કચ્છી અગ્રીમોને એક વ્યવસ્થિત સંગઠન
ઊભું કરવાની પ્રેરણા જાગી.સ્વ. દુલેરાય કારાણીના અધ્યક્ષસ્થાને કચ્છી પરિવારોની સભા મળી અને શ્રી કચ્છી મિત્રમંડળ' નામની સંસ્થાની રચના કરી.
આ સંસ્થામાં ત્યારબાદ સ્વ. શ્રી જગજીવન લીલાધર ઠક્કર અને શ્રી કૃષ્ણલાલ નૌતમલાલ માંકડ પણ જોડાયા.આ સંસ્થા પ્રસંગોપાત મિલન-મેળાવડા યોજતી અને કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ
પણ કરતી હતી. સમય જતાં એ સંસ્થા મંદ પડવા લાગી.દરમ્યાન વકીલ શ્રી નવીન શાસ્ત્રીના પ્રયત્નોથી સન ૧૯૬૬માં ‘શ્રી કચ્છી સમાજ’ નામની સંસ્થા રચાઈ.
એ સમયે વિવિધ જ્ઞાતિ પરિવારોનો અમદાવાદ ખાતે વસવાટ વધવા લાગ્યો તેથી વિવિધ જ્ઞાતિઓની સંસ્થા પણ ઊભી થવા લાગી હતી. સન ૧૯૭૬માં ‘બૃહદ-કચ્છી સમાજ' નામની સંસ્થાની રચના કરવામાં
આવી, પરંતુ આ સંસ્થા પણ અલ્પજીવી નીવડી. સમગ્ર કચ્છીઓને કચ્છી તરીકે જાગૃત કરી એક મજબૂત સંગઠનમાં પલટી શકે તેવી શક્તિશાળી સંસ્થા લાંબા ગાળા સુધી રચી શકાઈ ન હતી.
દરમ્યાનમાં અમદાવાદ ખાતે કચ્છી પરિવારોની સંખ્યા વધવા લાગી હતી.અમદાવાદમાં વસવાટ કરતા વિવિધ કચ્છી જ્ઞાતિઓના આગેવાનોને એક મજબૂત કચ્છી સંગઠનની ઉણપ સાલતી હતી.
અંતે સન ૧૯૦૯ માં શ્રી જગજીવન લીલાધર ઠક્કરના પ્રમુખપદે શ્રી હીરજી પાસુ શાહ, શ્રી નાનાલાલ દેવરામ ચૌહાણ, શ્રી કાન્તિલાલ ગોવિંદલાલ શાહ, શ્રી ઘનશ્યામભાઈ પ્રેમજી ઠક્કર,
શ્રી જેઠાલાલ પૂંજાભાઈ પટેલ, શ્રી બાલમોહન દુલેરાય કારાણી,શ્રી અવિનાશ કૃષ્ણલાલ માંકડ, તેમજ અનેક કચ્છી આગેવાનોના પ્રયત્નથી હાલનું ‘શ્રી કચ્છી સમાજ-અમદાવાદ' વ્યવસ્થિતરૂપે અસ્તિત્વમાં આવ્યું.
અમદાવાદમાં કચ્છીઓ માટે એક અતિથિ ગૃહ હોવું જોઈએ એ ભાવનાથી પ્રયાસો કરવાનું ચાલુ કરવામાં આવ્યું. શ્રી લાભશંકર ઓઝાએ દીનબાઈ ટાવર પાસે નવા બંધાયેલ કે,બી.કોમર્શિયલ સેન્ટરમાં તેના
ચોથા માળે ૧૨ થી ૧૪ રૂમ માટે વાતચીત કરી આવેલ. પરંતુ એ સમયે તે વિચારને અમલમાં ના મૂકી શકાયો. એ સમયે શ્રી કચ્છી સમાજ દર વર્ષ તેની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું અને વાર્ષિક મિલન સમારંભનું
નિયમિતપણે હોંશભેર આયોજન કરતું રહ્યું અને સમગ્ર સમાજને જાગૃત રાખવા પ્રયત્નશીલ બનતું રહ્યું. ૧૯૮૧માં શ્રી જગજીવન ઠક્કર(ધીયા)નું અવસાન થયું. ૧૯૮૨માં શ્રી કચ્છી સમાજ-અમદાવાદના પ્રમુખ
તરીકે શ્રી હીરજી પાસુ શાહની વરણી થઈ. એ સમયે સમાજની પોતાની ઓફિસ જેવું કંઈ ન હતું.શરૂઆતમાં સમાજની મીટિંગો શ્રી કાંતિલાલ ગોવિંદલાલ શાહના રતનપોળના નાકે આવેલ ગુર્જર ગ્રંથરત્ન
કાર્યાલયના મેડા પર મળતી હતી. ત્યારબાદ શ્રી હીરજી પાસુ શાહની શાહ રોડલાઈન્સ ખાતે મળતી રહી. અહીંથી સમાજનું વહીવટી કાર્ય નિયમિતપણે ચાલતુ રહ્યું. વારંવારના સ્નેહમિલન વગેરે પ્રકારના
કાર્યક્રમોના કારણે સમાજમાં જાગૃતિ આવતી રહી.
સમાજનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ૧૯૮૨માં જ્યોતિસંઘના હોલમાં રાખવામાં આવેલ. ત્યારબાદ ૧૯૮૩ની અષાઢી બીજનો સ્નેહમિલન કાર્યક્રમ બળવંતરાય ઠાકોર હોલ - કાંકરિયા ખાતે યોજાયેલ.
અમદાવાદમાં કચ્છી મહિલા મંડળ હોવું જોઈએ તેવી ચર્ચા લાંબા સમયથી ચાલતી હોવાથી ‘કચ્છી મહિલા મંડળ' ની રચના કરવાની જાહેરાત આ સ્નેહમિલન કાર્યક્રમમાં કરવામાં આવેલ.શરૂઆતમાં
‘શ્રી કચ્છી મહિલા મંડળ'ના કાર્યક્રમો શ્રીમતી પુષ્પાબહેન કાંતિલાલ શાહના પ્રિતમનગરનાં બંગલાના મેડા પર થતા હતા. ત્યારબાદ એસ.ટી. સ્ટેશન પાસે બનાવેલ શ્રી કચ્છી જૈન સેવા ભવનના હોલમાં
કરવામાં આવતા. આજદિન સુધી ‘શ્રી કચ્છી મહિલા મંડળ'ની પ્રવૃત્તિઓ શ્રીમતી ચંદ્રિકાબેન દેઢિયાના પ્રમુખપણા હેઠળ ચાલુ રહેવા પામેલ છે.સ્થાનિક કચ્છી વિવિધ ઘટક સમાજોના સમાચાર ઘેર ઘેર
પહોંચાડવાના અને અમદાવાદ સ્થિત સમગ્ર કચ્છી પરિવારોને એક તાંતણે બાંધી રાખવાના હેતુસર તા. ૧૫- ૦૮-૧૯૮૭ ના આ સમાજનું મુખપત્ર બહાર પાડવામાં આવ્યું કે જેના પ્રથમ અંકનું વિમોચન
પ્રો. જિતેન્દ્રભાઈ ધોળકિયાના વરદ હસ્તે શ્રી કચ્છી જૈન સેવા ભવન – ગીતામંદિર ખાતે એક સમારંભ યોજી કરવામાં આવ્યું. એ સમયે સમાજના પ્રમુખ તરીકે શ્રી હીરજી પાસુભાઈ શાહ ઉપપ્રમુખ તરીકે
શ્રી ઘીરજભાઈ સોમપુરા તથા માનદ્ભત્રી તરીકે શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર પોતાની સેવા આપી રહ્યા હતા. આ સમારંભમાં પ્રમુખ તરીકે શ્રી રાજેશભાઈ જગજીવન ઠક્કર બિરાજમાન હતા.
શરૂઆતમાં આ મુખપત્રનું નામ ‘ કચ્છ ધ્વનિ’ રાખવામાં આવ્યું પરંતુ તે નામ અન્ય કોઈને પોસ્ટ ખાતા દ્વારા ફાળવી દેવાયેલ હોવાથી નવેમ્બર-૧૯૮૭ થી ‘ કચ્છશ્રુતિ'ના નામથી આ મુખપત્ર બહાર
પાડવામાં આવી રહેલ છે. શરૂઆતના સમયે તેના તંત્રીશ્રી તરીકે શ્રી પ્રભુભાઈ સંઘવીએ ફરજ બજાવેલ હતી. તે સમયમાં સમાજના દરેક પરિવારને ત્યાં આ મુખપત્ર નિઃશુલ્ક મોકલવામાં આવતું હતું.
ત્યારબાદ સમાજની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવામાં આવ્યો. સ્નેહમિલન સમારંભ, તેજસ્વી વિધાર્થીઓનું સન્માન, બાળચિત્ર સ્પર્ધા, ડ્રોઈંગ વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કચ્છના પ્રશ્નો વિશે ગાંધીનગરમાં
રજૂઆત, દરેક સમયે ચૂંટણીમાં ચૂંટાઈ આવતા કચ્છના લોકપ્રિતિનિધિઓનું સન્માન વગેરે પ્રકારના કાર્યક્રમોમાંથી કેટલાક કાર્યક્રમો દર વર્ષે યોજવામાં આવતા, જ્યારે બાકીના કાર્યક્રમો પ્રસંગોપાત
યોજવામાં આવતા. ‘કચ્છી મહિલા મંડળ' પણ પોતાની રીતે સક્રિય રહેતું હતું.
વર્ષ ૧૯૯૧માં અમદાવાદ- ગાંધીનગરમાં વસવાટ કરતા કચ્છી પરિવારોની સરનામા કમ ટેલિફોન ડિરેક્ટરી પણ બહાર પાડવામાં આવેલ હતી.સમાજની પોતાની ઓફિસ અને સમાજની પ્રવૃત્તિઓ માટેનું એક
કેન્દ્ર કોઈ યોગ્ય સ્થળે હોવું જોઈએ એ વિચારણા ચાલુ થતા પાલડી ચાર રસ્તા પર આવેલ સુમેરૂ કોમ્પલેક્ષમાં ૪૦૦૦ ચો.ફૂટનું બેઝમેન્ટ ૧૯૯૪માં ખરીદવામાં આવ્યું. તા. ૧૭-૦૭-૧૯૯૪ ના રોજ તેનું ઉદ્ઘાટન
કરવામાં આવ્યું.આ કાર્યક્રમના સમયે મુખ્ય દાતાશ્રીઓ શ્રી લાલજી રામજી ગાલા પરિવાર (નવનીત પરિવાર) તથા શ્રી રામજીભાઈ પટેલ પરિવાર (ગુજરાત કેબલ)નું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમ્યાન
ટોટલ રૂ।.૧૭ લાખના દાનોની જાહેરાત કરવામાં આવેલ હતી. એ સમયે સમાજના પ્રમુખશ્રી તરીકે શ્રી નાનુભાઈ ઠક્કર તથા માનદ્નત્રી તરીકે શ્રી અશોકભાઈ મહેતા સેવા આપી રહ્યા હતા.
સમારંભના પ્રમુખ તરીકે શ્રી નાનુભાઈ મજીઠિયા, અતિથિ વિશેષ તરીકે શ્રી લક્ષ્મીદાસ મેઘજી ઠક્કર તથા વિશિષ્ટ વ્યક્તિ તરીકે શ્રી હરખચંદ (છોટુભાઈ) રામજી ગાલા ઉપસ્થિત રહેલ હતા.
ઉદ્ઘાટન શ્રી કાંતિલાલ વેલજી સાવલાના વરદ હસ્તે કરાવવામાં આવેલ હતું. પરંતુ આ બેઝમેન્ટમાં આગળ જતાં કેટલીક અડચણો ઉભી થતા તેને સમાજની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે રાખવાનું શક્ય ના
બનતા તેનું વેચાણ કરીને વર્ષ ૨૦૦૬માં સ્પાન ટ્રેડ સેન્ટર, એલિસબ્રિજ ખાતે એક ઓફિસ ખરીદવામાં આવેલ હતી કે જ્યાંથી આજ લગી સમાજની પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે.
સ્પાન ટ્રેડ સેન્ટર ખાતે ઓફિસ ખરીદતા અગાઉ સમાજની પ્રવૃત્તિઓ શરૂમાં વસ્ત્રાપુર ખાતેની શ્રી પ્રેમજીભાઈ પટેલની ઓફિસેથી અને ત્યારબાદ સી.જી.રોડ ખાતેની શ્રી કરસનદાસ નારાયણભાઈ પટેલની
પરીસીમા બિલ્ડિંગની ઓફિસ ખાતેથી કરવામાં આવતી હતી.તા. ૬-૭-૨૦૦૩ ના સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે કચ્છી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું કે જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના
તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ્ હસ્તે કરવામાં આવેલ હતું. ગુજરાત વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ સ્વ. ધીરૂભાઈ શાહ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા વગેરે અનેક મહાનુભાવો આ
સમયે ઉપસ્થિત રહ્યા હતા.કચ્છી ક્રાન્તિવીર શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ ફૂલ લંડનથી અમદાવાદ લાવવામાં આવ્યા ત્યારે તા. ૩૦-૮-૨૦૦૩ના રોજ શ્રી કચ્છી સમાજ - અમદાવાદ તરફથી તેમને શ્રધ્ધાંજલિ
અર્પણ કરવામાં આવેલ હતી. વર્ષ ૨૦૦૪માં કચ્છી માડુ વિનોદ ગણાત્રા નિર્મિત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિખ્યાતી પામેલ કચ્છી બાળ ફિલ્મ ‘‘હેડા હૂડા’’ નો એક ખાસ શો કચ્છી પરિવારો માટે રાખવામાં
આવેલ હતો. તા. ૧૭-૬-૨૦૦૭ના કચ્છી યુથ ફોરમની રચના કરવામાં આવેલ હતી. તા. ૪-૧૧-૨૦૦૭ના રોજ ભુજ ખાતે કચ્છ શ્રુતિ દ્વારા ટૂંકી વાર્તા સ્પર્ધાનું આયોજન
કરવામાં આવેલ હતું.
તા. ૨૬-૨-૨૦૦૮ના રોજ નવનિર્વાચિત કચ્છી ધારાસભ્યશ્રીઓનું મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી ખાતે બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તા. ૨૭-૪-૨૦૦૮ થી તા. ૧-૫-૨૦૦૮ સુધી બાળકો માટે
ચિત્રકલા શિબિર અને હરિફાઈ યોજવામાં આવેલ હતી. ત્યારબાદ લાગ-લગાટ ૩ વર્ષ સુધી ચિત્રકલા હરિફાઈના કાર્યક્રમો રાખવામાં આવેલ હતા.આ દરમ્યાન દર વર્ષે કચ્છી નૂતન વર્ષ મિલન સમારંભ,
સરસ્વતી સન્માનનો કાર્યક્રમ, દિવાળી, નૂતનવર્ષ મિલન સમારંભ, નવરાત્રિમાં એક દિવસ રાસગરબાની રમઝટ જેવા કાર્યક્રમો શરૂથી આજ સુધી એટલે કે વર્ષ ૨૦૧૬ સુધી યોજવામાં આવે છે.
તા. ૧૯-૧-૨૦૧૦ના અમદાવાદ સ્થિત કચ્છીઓની કચ્છી યલો પેજીસ બહાર પાડવાનું નક્કી કરવામાં આવેલ પરંતુ પાછળથી તે કાર્યક્રમ મુલત્લી રાખવામાં આવેલ હતો.વર્ષ ૨૦૧૪માં શ્રી કચ્છી જૈન સેવા
સમાજ - અમદાવાદે કચ્છી યલો પેજીસ બહાર પાડેલ હતી. તા. ૧૧-૭-૨૦૧૦ના ફરી વિનોદ ગણાત્રા નિર્મિત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિખ્યાત એવી બે કચ્છી ડોક્યુમેન્ટરી ફિલ્મ “હેડા ડા’' અને
‘“ હારૂન-અરૂણ’’નો શો કચ્છી નૂતન વર્ષ નિમિત્તે યોજવામાં આવેલ હતો. તા. ૯-૧-૨૦૧૧ના જિલ્લા પંચાયત હોલ – ભૂજ ખાતે (૧) કચ્છી કવિતા આસ્વાદના આલોકમાં (૨) કચ્છ કલામ અને
(૩) સ્વ. પ્રેમજીભાઈ ઠક્કરના પુસ્તક અને સી.ડી. નું વિમોચન કરવામાં આવેલ હતું. તા. ૨૬-૮-૨૦૧૧ના અન્ના હજારેના સમર્થનમાં શ્રી કચ્છી જૈન ભવન પાસે એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખવામાં
આવેલ હતો. તા. ૧-૧-૨૦૧૨ના સંસ્થાનું નવું બંધારણ પાસ કરવામાં આવેલ. પ્રમુખ તરીકે શ્રી મનસુખભાઈ પટેલે નિવૃત્તિ સ્વીકારતા શ્રી કૈલાસદાન ગઢવીની પ્રમુખપદે વરણી કરવામાં આવેલ હતી.
તા. ૫-૩-૨૦૧૨ ના રોજ સમાજનું કાર્યક્ષેત્ર વધારવા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ હતી. તા. ૨૮-૪-૨૦૧૨ના રોજ ટાગોરહોલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ હતો.
સાથે-સાથે શૈક્ષણિક હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવેલ હતી કે જે વર્ષ ૨૦૧૫ સુધી ચાલુ રાખવામાં આવેલ હતી. આ હેલ્પલાઈનનો ઉપયોગ અમદાવાદ અને કચ્છના અનેક વિધાર્થીઓએ કરેલ હતો.
તા. ૧૫-૪-૨૦૧૨ ના રોજ કચ્છશ્રુતિના મુખ્ય તંત્રી તરીકે મીનાક્ષીબેન માંકડે નિવૃત્તિ લેતા તેમની જગ્યાએ શ્રી ભરતભાઈ ઓઝાની વરણી કરવામાં આવેલ હતી. કચ્છી નૂતન વર્ષ નિમિત્તે ટાગોર હોલ ખાતે
શ્રી રાજેશ ગઢવીના ડાયરાનું આયોજન અને તા. ૨૮-૮-૨૦૧૩ ના સરદાર પટેલ સ્મારક ભવન, શાહીબાગ ખાતે શ્રી ઓસમાણ મીરના ડાયરાનું આયોજન ગોઠવવામાં આવેલ હતું. સરસ્વતી સન્માનના કાર્યક્રમો
દર વર્ષે ચાલુ રાખવામાં આવેલ હતા. વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૩માં કચ્છ શ્રુતિ દ્વારા વાર્તા સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના આયોજનો ગોઠવવામાં આવેલ હતા. તા. ૪-૧-૨૦૧૪ અને તા. ૫-૧-૨૦૧૪ એમ બે
દિવસનો અદાણી પોર્ટ દર્શનનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો કે જેમાં ૮૦ સભ્યોએ ભાગ લીધેલ હતો.શ્રી કૈલાસદાન ગઢવીએ પ્રમુખ તરીકે નિવૃત્તિ સ્વીકારતા તા. ૪-૫-૨૦૧૪ના રોજ શ્રી અશોક મહેતાની
સમાજના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ હતી. શ્રી ભરત ઓઝાએ માનËત્રીનું પદ સ્વીકારેલ હતું.
તા. ૯-૭-૨૦૧૪ થી ‘કચ્છ શ્રુતિ’ માં “ શ્રી કચ્છી સમાજ અમદાવાદનો દૈનિક અહેવાલ" નામની કોલમની શરૂઆત કરવામાં આવેલ હતી. તા. ૯-૭-૨૦૧૪ના નૂતનવર્ષ નિમિત્તેના કન્વેન્સન હોલ ખાતેના
કાર્યક્રમમાં કચ્છના નવનિર્વાચિત ધારાસભ્યશ્રીઓનું સન્માન કરવામાં આવેલ હતુ.તા. ૭-૮-૨૦૧૪ના સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર શ્રી મૂકેશભાઈ ઝવેરીના સાનિધ્યમાં કચ્છ બ્રાંચ કેનાલનું નિરીક્ષણ
કરવામાં આવેલ હતું. તા. ૯-૮-૨૦૧૪ના વયસ્ક સમિતિ આયોજિત સરદાર સરોવર ડેમ સાઈટની મુલાકાત ગોઠવવામાં આવેલ હતી. તા.૧૫-૧૦-૨૦૧૪ ના ‘કચ્છ શ્રુતિ'નો દીપોત્સવી વિશેષાંક ‘કચ્છી કમ્પા
વિશેષાંક' તરીકે બહાર પાડવામાં આવેલ હતો. તા. ૧૯-૧૦-૨૦૧૪ના પ્રશાંત ભીમાણીના હિપ્નોટીઝમ શોનો ટાઉનહોલ ખાતે ફંડ રેઈઝિંગ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો.અમદાવાદ ખાતે શ્રી કચ્છી સમાજનું
કાયમી મકાન હોવું જોઈએ એ નાતે તા. ૨૯-૧૧-૨૦૧૪ના રોજ અતિથિ ભવન અને વિદ્યાર્થી હોસ્ટેલ માટે ૪ માળના એક મકાનને “કચ્છી વિસામો” તરીકે નિર્ધારિત કરવામાં આવેલ હતું પરંતુ રૂ।. ૧૫ કરોડના
આ પ્રોજેક્ટ માટે સમયસર નાણા એકત્રિત ના કરી શકાતા તા. ૫-૬-૨૦૧૫ના રોજ આ પ્રોજેક્ટને મુલત્વી રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.તા. ૬-૧-૨૦૧૫ થી તા. ૯-૧-૨૦૧૫ એમ ૪ દિવસનો વયસ્ક
સમિતિ દ્વારા કચ્છ દર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો. તા. ૧૮-૪-૨૦૧૫ ના રોજ કચ્છ ખાતે ફતેહગઢ પાસે નર્મદા નદીના નીરના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તેના અવતરણ
પ્રસંગે શ્રી કચ્છી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા. તા. ૧૫-૬-૨૦૧૫ ના રોજ ‘કચ્છ શ્રુતિ'ના મુખ્યમંત્રી તરીકે શ્રી ભરત ઓઝાએ પોતાની નિવૃત્તિ જાહેર કરતા તેમની જગ્યાએ એ જવાબદારી શ્રી
અશોકભાઈ મહેતા અને શ્રી દિનેશભાઈ મહેતાએ સ્વીકારેલ હતી. તા. ૨૮-૬-૨૦૧૫ ના નવા વર્ષે પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ મહેતા અને માનમંત્રી તરીકે શ્રી હિમાંશુભાઈ ઠક્કરે જવાબદારી સ્વીકારેલ હતી.
તા.૩૦-૮-૨૦૧૫ના રોજ મહેંદી નવાઝ જંગ હોલ ખાતે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તા. ૨૫-૧૦-૨૦૧૫ના રોજ સાનિધ્ય પાર્ટી પ્લોટ ખાતે સમાજની ૧૭૦૦ વ્યક્તિની ઉપસ્થિતિમાં
નવરાત્રિ કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવવામાં આવેલ હતો. દીપોત્સવીના સમયે મિષ્ટાન્ન અને ડ્રાયફૂટનું કિફાયતી દરે વિતરણ કરવામાં આવેલ હતું. તા. ૧૫-૧૧-૨૦૧૫ના ‘કચ્છ શ્રુતિ'ના દીપોત્સવી અંકમાં
ગુજરાતના આશરે ૨૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય કક્ષાના મહારથીઓની તસવીરો પ્રકાશિત કરવામાં આવેલ હતી. તા.૫-૫-૨૦૧૬ થી વિદ્યાર્થીઓને ૨૫ ટકાના દરે નોટબૂકોનું વિતરણ કરવામાં આવેલ હતું.આ
યોજના અંતર્ગત ૮૫૦૦૦ નોટબૂકોનું વિતરણ કરવામાં આવેલ હતું.હાલે સોશિયલ વેલફેર ફંડ, લાઈબ્રેરી,ટેલિફોન ડિરેક્ટરી, કો.ઓ.ક્રેડિટ સોસાયટી વગેરેના આયોજનો ચાલુ રાખવામાં આવેલ છે.